નખત્રાણાના મોટી ગોધીયાર ગામમાં પરિવાર ભેંસો મૂકવા ગયો અને ઘરમાં દીપડો ઘૂસ્યો

2020-01-20 311

ભુજ: નખત્રાણા તાલુકાના મોટી ગોધીયાર ગામે આજે વહેલી સવારના સોઢા હિરજી વૃધાજી નામના પશુપાલકના ઘરમાં દીપડો ઘૂસી ગયો હતો દીપડો ઘરમાં ઘૂસ્યો ત્યારે પશુપાલક પરિવાર ભેંસોને મૂકવા માટે ગયો હતો જેથી ઘર ખાલી હતું ઘરમાં દીપડો ઘૂસતો ઘર બંધ કરીને વન વિભાગને જાણ કરવામાં આવી હતી અણધાર્યો મહેમાન બનેલા દીપડાને પગલે પશુપાલક પરિવાર ગભરાઈ ગયો હતો દીપડો ઘૂસ્યાને ગામમાં જાણ થતાં અન્ય લોકો પણ ગભરાયા હતા અને ગામમાં ડરનો માહોલ ઊભો થયો હતો જોકે ઘરમાં દીપડો ઘૂસ્યાની જાણ વન વિભાગને કરાતા દીપડાને પાંજરે પૂરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી

Videos similaires