Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંરાજ્ય સરકાર દ્વારા ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારોને પ્રાથમિક સ્કૂલમાં ભરતી કરવા માટે રાજ્ય સરકારે નવેમ્બર, 2019 સુધીમાં ભરતી કરવાની ખાતરી આપી હતી તેમ છતાં હજુ સુધી કોઈ ભરતી ન કરાતા ઉમેદવારોએ આજે સવારે 11 કલાકે ગાંધીનગર ખાતે દેખાવ કરવાની જાહેરાત કરી છે ટેટ-1 અને ટેટ-2ના આશરે 49 હજાર વિદ્યાર્થીઓ બેરોજગાર છે ખાલી જગ્યાઓ હોવા છતાં સરકાર સમયસર ભરતી કરતી નથી તેવું ઉમેદવારોનું કહેવું છે આખરે સરકાર વહેલી તકે ભરતી કરે તે માટે ગાંધીનગરમાં ધરણાં કરવાનું નક્કી કરાયું છે આ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું