વેરાવળના રામપરામાં પુત્રીને ભણાવવી નહોતી એટલે પિતાએ બાંધીને માર મારી ઝેર પાઇ મારી નાંખી

2020-01-19 323

વેરાવળઃતાલાલા તાલુકાના રામપરા ગામે એક પિતાએ પુત્રીને ભણાવવી નહોતી એટલે તેના હાથ-પગ બાંધી વાયરથી માર મારી ઝેરી દવા પાઇ મારી નાંખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે 3 માસ પહેલાં બનાવ બન્યા બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પત્નીએ પોલીસ પાસે વટાણા વેરી નાંખ્યા હતા પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, ગિર-સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ઇણાજ ગામે રહેતો માલદે બાલુભાઇ સોલંકીની પુત્રી હિરલ (ઉ 16) ધો 11 માં વેરાવળની ગર્લ્સ હાઇસ્કુલમાં ભણતી હતી માલદે તેને ભણાવવા નહોતો માંગતો સામે પક્ષે હિરલની માતા કંચનબેન તેને ભણાવવા માંગતા હતા આ મામલે 29 સપ્ટેમ્બર 2019 નાં રોજ પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થતાં માલદેએ કંચનબેનને ઢીકાપાટુનો માર મારી એક રૂમમાં બેસાડી દીધા હતા ત્યારબાદ બાજુના રૂમમાં પુત્રી હિરલના હાથ-પગ બાંધી તેને વાયરથી બેફામપણે માર માર્યો હતો અને બળજબરીથી ઝેરી દવા પીવડાવી દીધી હતી આથી હિરલનું મોત થયું હતું

Videos similaires