દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ રવિવારે કેજરીવાલનનું ગેરન્ટી કાર્ડ જારી કર્યું છે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે આ ગેરંટી કાર્ડ ઘોષણા પત્રથી અલગ છે તેમણે એમ પણ કહ્યું છે કે ગેરંટી કાર્ડ અંતર્ગત આગામી 5 વર્ષ લોકોને 200 યુનિટ વીજળી વિના મૂલ્યે મળવાનું જારી રહેશેદરેક ઘરને 24 કલાક શુદ્ધ પાણી મળશે
આપ (AAP) દિલ્હીની તમામ 70 બેઠક પર તેના ઉમેદવાર નક્કી કરી ચુકી છે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 21મી જાન્યુઆરી છે 8 ફેબ્રુઆરીના રોજ મતદાન બાદ 11 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી જાહેર થશે