મહારાષ્ટ્ર કેબિનેટમાં મંત્રી અને નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતા નવાબ મલિકના ભાઈ કપ્તાન મલિકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે કપ્તાન મલિક વીડિયોમાં કેટલાંક મજૂરોને માર મારી રહ્યા છે અને ગાળાગાળી કરી રહ્યા છે તેમના હાથપગ તોડવાની ધમકી પણ આપે છે વીડિયો વાઇરલ થતાં કપ્તાન મલિકે તેને જનસેવાનું કાર્ય ગણાવ્યું હતુ અને કહ્યું હતું કે જનસેવા માટે આગળ પણ આવું કરીશ