અમેરિકાના ઇલિનોઇસ રાજ્યમાં 34 વર્ષીય ગુજરાતી મૂળની મહિલા રહસ્યમય રીતે લાપતા બની હતી 30 ડિસેમ્બર, 2019ના રોજ સુરીલ ડબાવાલા શોમબર્ગના પોતાના ઘરેથી કસરત કરવા જીમમાં ગયા બાદ તે લાપતા થઈ હતી સુરીલ લાપતા થવાથી તેના પરિવારે પણ તેની ભાળ આપનારને 10 હજાર ડોલરનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી ગુમ થયેલી સુરીલની શોધખોળ પોલીસ અને પ્રાઈવેટ જાસૂસોએ પણ આદરી હતી જે કવાયતના ભાગરૂપે બે સપ્તાહ બાદ તેની જ કારમાંથી તેનો મૃત્યદેહ મળી આવ્યો હતો શિકાગો પોલીસે મૃતકની કારની ભાળ મેળવીને તેના પિતાની હાજરીમાં જ તેને ખોલી હતી કારની અંદરથી થાબળામાં લપેટાયેલો સુરીલનો મૃતદેહ મળી આવ્યો હતો
લાપતા થયેલી દિકરીનો મૃતદેહ મળતાં જ પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયો હતો
કોઈ કારણોસર મંગળવારે તેનું ઓટોપ્સી શક્ય ના બનતાં મૃત્યુનું કારણ જાણી શકાયું નહોતું સુરીલનો પરિવાર પણ તેની સાથે ખરેખર શું બન્યું તે બાબતે સાવ અજાણ છે સાથે જ અત્યારે સુરીલના મોત બાબતે કોઈ પણ પ્રકારની અટકળો કરવા માગતો નથી તેની બહેનના જણાવ્યા મુજબ તેઓ પોલીસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે જેથી સુરીલની મોતનું સાચું કારણ જાણી શકાય
તમને જણાવી દઈએ કે મૃતક સુરીલ શિકાગો યુનિમાંથી એમબીએ કર્યા બાદ તેના ડોકટર પિતા દ્વારા સંચાલિત મેડિકલ સેન્ટરમાં કામ કરતાં હતાં