ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે દેશની મૂળ સમસ્યા વસ્તી નથી, પરંતુ બેરોજગારી છે ઓવૈસીએ શનિવારે નિઝામાબાદમાં આરોપ લગાવ્યો હતો કે RSSનો એજન્ડો મુસ્લિમ વસ્તીને નિયંત્રિત કરવાનો છે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ગુરુવારે મુરાદાબાદમાં વસ્તી નિયંત્રણ માટે દેશમાં બે બાળકોની નીતિ લાગુ કરવાની વાત કરી હતી, જેના જવાબમાં ઓવૈસીએ આ ટિપ્પણી કરી હતી