અમદાવાદ:મ્યુનિસિપલ કોર્પોરેશનનું રૂ 8900 કરોડનું બજેટ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ રજૂ કર્યું છે જેમાં મધ્યમ વર્ગ માટે રૂ 500થી રૂ700નો ટેક્સ વધારો સૂચવાયો છે ચાલી અને ઝૂંપડામાં રહેતા ગરીબો માટેના વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી જ્યારે પોળ અને તળમાં રહેતા સામાન્ય વર્ગ માટે રૂ300નો વેરા વધારો, ફ્લેટ, રો હાઉસ કે ટેનામેન્ટમાં રહેતા મધ્યમ વર્ગ માટે અંદાજીત રૂ 500થી 700નો વેરા વધારો, જ્યારે બંગલા માટે રૂ3 હજારથી 4 હજારનો વેરા વધારો સૂચવાયો છે