અમદાવાદઃપાટીદાર અનામત આંદોલન મામલે રાજદ્રોહ કેસમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક પટેલની ધરપકડ કરી છે ક્રાઇમ બ્રાન્ચે વિરમગામ નજીકની હાંસલપુર ચોકડીથી પોલીસે ધરપકડ કરી છે આવતીકાલે સવારે રાજદ્રોહ કેસ મામલે હાર્દિકને કોર્ટમાં રજૂ કરવામાં આવશે રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ કોર્ટમાં ગેરહાજર રહ્યાં હતા ત્યારે કોર્ટે હાર્દિક સામે બિનજામીનપાત્ર વોરંટ કાઢ્યું છે કોર્ટે વારંવાર હાર્દિકને હાજર રહેવા સૂચના આપી હતી હાર્દિકે કોર્ટની અરજ સામે આંખ આડા કાન કર્યા હતા આ મામલે સેશન્સ કોર્ટે હાર્દિક સામે કડક પગલાં લીધા છે આ ઉપરાંત કોર્ટે હાર્દિકની હાજર રહેવામાંથી મુક્તિ માટે અરજી કરી હતી તે પણ ફગાવી દીધી છે આજે આ મામલે કોર્ટે સુનાવણી હાથ ધરી હતી જેમાં ચિરાગ પટેલ અને દિનેશ બાંભણિયા હાજર રહ્યાં હતા ત્યારે આ મામલે આગામી સુનાવણી 24મી જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે