મનીલા:ફિલિપાઇન્સના બટનગાસ પ્રાંતમાં આવેલા જ્વાળામુખીમાંથી લાવા અને મોટી માત્રામાં રાખી નીકળી રહ્યાં છે તેનાથી લોરેલ પ્રાંતમાં બુસો વિસ્તાર પર સંપૂર્ણપણે રાખની ચાદર પથરાઈ ગઇ છે ગત 12 જાન્યુઆરીએ જ્વાળામુખીમાં અચાનક વિસ્ફોટ થયો હતો તેના પછી ભૂકંપના આંચકા પણ આવ્યા હતા 65 કિમી ક્ષેત્રમાં ફેલાયેલા આ જ્વાળામુખીથી થનારા નુકસાનને જોતાં બટનગાસ પ્રાંતનાં 14 ગામને સંપૂર્ણપણે ખાલી કરાવાયાં છે આશરે 1 લાખથી વધુ લોકો ઘર છોડી ગયા છે પ્રાંતમાં નેશનલ ઈમરજન્સી જાહેર કરાઈ છે જેથી ઈમરજન્સી ફંડ વહેલીતકે જાહેર કરવામાં આવે તાલ જ્વાળામુખી નજીક આવેલા તળાવ અને એક નદી પણ સૂકાઈ ગયાં છે આ સંકેતોને જ્વાળામુખીની સક્રિયતા તરીકે લઈ શકાય તેના પછી સૈનિકો અને પોલીસકર્મીઓએ ગ્રામીણોને જ્વાળામુખી ટાપુ પર જવા અને ત્યાંથી પ્રાણીઓ અને પોતાનો સામાન લાવતાં અટકાવી દીધા હતા ઘટના બાદથી મનીલા એરપોર્ટ પર 600 ફ્લાઈટ રદ કરાઈ હતી તાલ ફિલિપાઇન્સના 24 સક્રિય જ્વાળામુખીમાં સામેલ છે