સાનિયા અને નાદિયાની જોડીએ હોબાર્ટ ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ જીતી

2020-01-18 1,870

ટેનિસ કોર્ટ પર 2 વર્ષ બાદ પરત ફરેલી સાનિયા મિર્ઝાએ શનિવારે હોબાર્ટ ઈન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટની ડબલ્સમાં જીત મેળવી છે સાનિયાએ યુક્રેનની નાદિયા કિચેનોકની સાથે ચીનની જૈંગ અને પૈંગ શુઆઈને 6-4, 6-4થી હરાવી આ મેચ એક કલાક અને 21 મિનિટ સુધી ચાલી હતી સાનિયાએ તેના કરિયરની 42મી WTA ડબલ્સ જીતી છે તેણે પ્રથમ વખત 2007માં અમેરિકાની પાર્ટનરની બૈથની માટેક-સેન્ડસની સાથે બ્રિસ્બેન ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ જીતી હતી

સોનિયા-નાદિયાની જોડીન પ્રાઈસ મની તરીકે 95 લાખ રૂપિયા મળ્યા છે આ જીતની સાથે જ તેને 280 રેન્કિંગ પોઈન્ટનો પણ ફાયદો થયો