રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં પ્રથમ વિજયની ટીમ ઇન્ડિયાએ ઉજવણી કરી

2020-01-18 889

રાજકોટઃલાંબા સમય બાદ રાજકોટમાં ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હોવાથી દર્શકોની સાથે ખેલાડીઓમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ હતી રાજકોટના ખંઢેરી ગ્રાઉન્ડ પર રમાયેલી અગાઉની બન્ને મેચમાં હાર મળ્યા બાદ પ્રથમ વાર વન ડેમાં ઓસ્ટ્રેલિયાને ભારતે 36 રનથી હરાવતાં ખેલાડીઓએ જીતનું જશ્ન હોટલ ખાતે કેક કાપીને મનાવ્યું હતું સમગ્ર મેચ દરમિયાન આકર્ષણનું કેન્દ્ર રહેલા લોકલ બોય જાડેજાએ પણ મેચમાં સારૂં પ્રદર્શન કર્યું હતું મેચ જીત્યા બાદ અને શ્રેણી સરભર કર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ રીંગરોડ પર આવેલી સયાજી હોટલ ખાતે પહોંચી હતીહોટલ દ્વારા જીતની ઉજવણી માટે કેક રાખવામાં આવી હતી ખેલાડીઓએ હોટલમાં કેક કાપીને ઉજવણી કરી હતી ચહલે જાડેજાને કેક ખવડાવીને જીતની ઉજવણી કરી હતી

Videos similaires