આધેડ ખરજવાની સારવાર માટે ક્લિનિક ગયો, ડોક્ટરે ઈન્જેક્શન આપતા મોત થયાનો પરિવારનો આક્ષેપ

2020-01-17 182

હિંમતનગર:સાબરકાંઠાના ઈડર તાલુકાના રેવાસ ગામનો આધેડ ખરજવાની સારવાર માટે ખાનગી ક્લિનિક ગયો હતો જ્યાં તેને ડોક્ટરે ઈન્જેક્શન આપતા મોત નિપજ્યું હોવાનો આરોપ તેના પરિવારજનોએ લગાવ્યો હતો આધેડની લાશને ઈડર સામુહિક આરોગ્ય કેન્દ્ર પોસ્ટમોર્ટમ માટે ખસેડાઈ હતી
ખાનગી હોસ્પિટલના ડોક્ટરે ઈન્જેક્શન આપ્યા બાદ આધેડની તબિયત લથડી હતી જેને પગલે તેને અન્યત્ર વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જો કે તેનું રસ્તામાં જ મોત નિપજ્યું હતું આ મામલે પરિવારે પોલીસમાં ફરિયાદ નોધાવી હતી

Videos similaires