ખુરશીમાં બેસવા મુદ્દે નાયબ કલેક્ટર ભડક્યાં, ડોક્ટરે કહ્યું, ઊભો કરશો તો અહીંથી ચાલ્યો જઈશ

2020-01-17 1,166

રાજસ્થાનના હનુમાનગઢના ગોલૂવાળામાં આવેલા સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં બુધવારે ઈસ્પેક્શન માટે ગયેલાં નાયબ કલેક્ટર અને ઈન્ચાર્જ ડોક્ટર ખુરશીમાં બેસવાની બાબતે આમનેસામને આવી ગયા હતા નાયબ કલેક્ટર પ્રિયંકા તલાણિયા અને ઈન્ચાર્જ ડોક્ટર નરેન્દ્ર બિશ્નોઈ વચ્ચે થયેલી ઉગ્ર દલીલોનો વીડિયો પણ સામે આવ્યો હતો નાયબ કલેક્ટરે એક તબક્કે ડોક્ટરને ખુરશીમાંથી ઊભા થઈ જવાનો ઓર્ડર પણ કર્યો હતો પરંતું તેમણે સામેની ખુરશી તરફ ઈશારો કરીને ત્યાં બેસવાનું કહ્યું હતું આ સાંભળીને પ્રિયંકા તલાણિયાએ તેમના પર આરોપ લગાવીને કહ્યું હતું કે તમારામાં એક અધિકારીને રિસ્પેક્ટ આપવા જેટલો પણ શિષ્ટાચાર નથી મારી પાસે કોઈ પણ સરકારી ઓફિસનું નિરીક્ષણ કરવાની સત્તા છે તેમને પરખાવી દીધું હતું કે તમારા લીધે મારે દર્દીઓેને તપાસવામાં પણ વિલંબ થઈ રહ્યો છેજો તમે મને ઊભો કરશો તો હું અહીંથી જતો રહીશ ડોક્ટરના આવા શબ્દો સાંભળીને નાયબ કલેક્ટરે એવું પણ કહ્યું હતું કે કાં તો તમે નવા આવ્યા છો કાં તો તમારી માનસિક હાલત ઠીક નથી ઈન્ચાર્જ ડોક્ટર પણ તેમની જગ્યાએથી ઊભા ના થતાં અંતે નાયબ કલેક્ટરે બીજી ઓફિસમાં બેસીને નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું હતું
વીડિયો વાઈરલ થયા બાદ આ વિશેકલેક્ટર જાકિર હુસેનને પૂછવામાં આવતાં તેમણે આવી કોઈ ઘટના મારા ધ્યાને નથી આવી કે નથી નાયબ કલેક્ટરે મારી સામે કોઈ ફરિયાદ નથી તો નાયબ કલેક્ટરે ખુરશીવાળી ઘટના બની હોવાનો જ ઈન્કાર કરીને ડોક્ટરને વાત કરતાં જ નથી આવડતું કહીને તેમની પર દૂર્વ્યવહાર કરવાનો આક્ષેપ કર્યો હતો આખી ઘટનામાં આઈએમએના અધ્યક્ષે ડોનરેન્દ્રના સમર્થનમાં આવીને આખી ઘટનાની નિંદા કરી હતી જો નાયબ કલેક્ટર ચોવીસ કલાકમાં માફી નહીં માગે તો તેમની સામે વિરોધ કરવામાં આવશે તેવી પણ ચિમકી ઉચ્ચારી છે

Videos similaires