બિહારના ભાગલપુર જિલ્લામાં આવેલા નાથનગરમાં ગુરૂવારે એક ઘોડાએ તબેલામાંથી છટકીને રોડ પર આતંક મચાવ્યો હતો કોઈ કારણોસર ખીલો તોડીને ભાગવામાં સફળરહેલા આ ઘોડાએ ટ્રાફિકમથી ધમધમતા રોડ પર દોટ મૂકી હતી ઘોડાની બેફામ દોડના કારણે અનેક વાહનો અને બાઈકસવાર પણ નીચે પટકાયા હતા આખી ઘટનાનોવીડિયો એક બાઈકસવારે રેકોર્ડ કર્યો હતો બેકાબૂ ઘોડો ભાગલપુર-સુલ્તાનગંજની સડક પર ચાર કિલોમીટર સુધી દોડ્યો હતો પગમાં લટકી રહેલો લાકડાનો ખૂંટો પણ તેનેસતત ઘાયલ કરી રહ્યો હોવા છતાં પણ તેની સ્પીડમાં કોઈ જ ઘટાડો થયો નહોતો જો કે, અચાનક જ સામે ટ્રાફિક થઈ જતાં તે એક બાઈકસવારને ભટકાઈને નીચે પટકાયો હતોઅનેક પ્રયત્નો બાદ પણ તે ફરી ઊભો ના થઈ શકતાં આજૂબાજૂના લોકોએ તેને ફરી બાંધી દીધો હતો સદનસીબે ઘોડાના આતંકને કારણે કોઈને પણ ગંભીર ઈજાઓ નહોતીપહોંચી