આજે રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વન-ડે, દર્શકોમાં ઉત્સાહ

2020-01-17 245

રાજકોટ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી વન-ડે મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિઅયેશન સ્ટેડિયમમાં રમાશે ટીમ ઈન્ડિયા પહેલી મેચ હારી ત્રણ મેચની શ્રેણીમાં 0-1થી પાછળ છે કોલ્ડવેવની આગાહી વચ્ચે આજે બપોરે મેચ શરૂ થશે તો બીજી તરફ મેચને લઈ સટ્ટા બજાર પણ ગરમ છે જેમાં ભારત હોટ ફેવરિટ છે આજના મેચમાં ભારત 85 પૈસા જ્યારે ઓસ્ટ્રેલિયાનો ભાવ 1 રૂપિયો બોલાઈ રહ્યો છે આજના મેચની ટોસ સૌથી નિર્ણાયક ભૂમિકા ભજવશે અહીંયા પ્રથમ બેટિંગ કરનાર ટીમ 300થી વધુ રન બનાવશે જોકે ભારતીય ટીમે અહીં બે વન-ડે રમી છે અને બંનેમાં હારી છે એવામાં વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ આ રેકોર્ડ જરૂરથી બદલવા માગશે સીએમ રૂપાણી પણ મેચ જોવા આવશે

Videos similaires