ગૃહમંત્રાલયે નિર્ભયા કેસમાં ચારેય આરોપીઓમાંથી એક મુકેશ સિંહની દયા અરજીને ગુરુવાર રાતે રાષ્ટ્રપતિ પાસે મોકલી દીધી છે હાઈકોર્ટમાંથી ક્યૂરેટિવ પિટીશન ફગાવ્યા બાદ મુકેશે રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી હતી સાથે પીડિતાના માતા આશા દેવીએ શુક્રવારે કહ્યું કે, ‘અત્યાર સુધી મેં ક્યારેય પણ રાજકારણની વાત નથી કરી પણ આજે કહેવા માંગું છું કે, જે લોકો 2012માં રસ્તા પર ઉતર્યા હતા, આજે એ જ લોકો મારી દીકરીના મોત પર રાજકીય ફાયદા માટે રમત રમી રહ્યા છે’મુકેશે દયા અરજીનો હવાલો આપીને ટ્રાયલ કોર્ટ પાસે 22 જાન્યુઆરીએ ડેથ વોરંટ રદ કરવાની માંગ કરી છે ટ્રાયલ કોર્ટે તિહાર તંત્ર પાસે આરોપીઓને નક્કી કરેલી તારીખે ફાંસી આપવાની સ્થિતિ અંગે શુક્રવાર સુધી રિપોર્ટ દાખલ કરાવવા માટે કહ્યું હતું