વડોદરામાં કંપનીમાં બ્લાસ્ટ થતાં યુવકનો પગ કપાયો, પિતા પણ વિકલાંગ

2020-01-16 4,677

જીતુ પંડ્યા, વડોદરા:મેં હજુ મારા પતિનું મોંઢુ જોયું નથી મારા પતિનું કયું અંગ કપાયું છે તેની મને ખબર નથી કેવી હાલત છે તે પણ ખબર નથી અમારા પરિવારના આઠ સભ્યોનું ગુજરાન કેવી રીતે ચાલશે તેની મને ચિંતા છે હજું કંપની દ્વારા કોઇ સહાય આપવામાં આવી નથી આ વલોપાત એમ્સ ઓક્સિજન કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં ગંભીર ઇજા પામેલા સંજય પઢીયારની પત્નીનો છેસંજય પઢીયારની પત્ની ઉર્મિલાબહેન પોતાની કફોડી સ્થિતિ જાણાવતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી
મારા પતિ સંજયની હાલત કેવી છે તેની મને ખબર નથી: ઉર્મિલાબહેન
ઉર્મિલાબહેન પઢીયારે ચોંધાર આંસુએ રડતા જણાવ્યું હતું કે, મારા પતિ છેલ્લા આઠ વર્ષથી એમ્સ ઓક્સિજન કંપનીમાં નોકરી કરે છે મારા પતિ સંજયની હાલત કેવી છે તેની મને ખબર નથી મારી બે દીકરીઓ સહિત પરિવારના આઠ સભ્યોનું ગુજરાન સંજય ચલાવે છે હવે તેનું એક અંગ કપાઇ ગયું છે મારા ઘરનું ગુજરાન કેવી રીતે ચાલશે તેની મને ચિંતા છે હું મહિને દસ હજાર હપ્તો કેવી રીતે ભરીશ મને કંઇ સમજ પડતી નથી અમોને કંપની તરફથી સહાય મળે અને કંપનીના માલિકોની વહેલીતકે ધરપકડ થાય, તેમ હું ઇચ્છું છું
હું પણ વિકલાંગ છું, મારા પુત્રનું પણ એક અંગ કપાઇ ગયું:પરસોત્તમભાઇ

પરસોત્તમભાઇ નાયકે જણાવ્યું કે, વિનોદ મારો એકનો એક પુત્ર છે કંપનીમાં તે પાંચ વર્ષથી નોકરી કરે છે તેના ઉપર પરિવારના પાંચ સભ્યોનું ગુજરાન ચાલે છે હું પણ વિકલાંગ છું મારા પુત્રનું પણ એક અંગ કપાઇ ગયું છે હજુ સુધી કંપની દ્વારા ઇજાગ્રસ્તો માટે સહાયની કોઇ વાત કરવામાં આવી નથી કંપનીમાંથી પણ હજુ સુધી કોઇ જવાબદાર વ્યક્તિઓ અમોને મળવા આવ્યા નથી કંપનીના માલિકોને કડકમાં કડક સજા થાય તેવી મારી માંગણી છે
ઇજાગ્રસ્તોને હજુ સુધી સહાય ચૂકવવામાં આવી નથી

ઉલ્લેખનિય છે કે, બ્લાસ્ટમાં મોતને ભેટેલા બે કર્મચારી સહિત છ વ્યક્તિઓના પરિવારજનોએ સહાય માટે લડત આપતા કંપની દ્વારા જેતે સમયે વિવાદ ટાળવા માટે દરેક મૃતકના પરિવારને રૂપિયા 21 લાખની જાહેરાત કરીને તત્કાલ ચેક આપી દેવામાં આવ્યા હતા પરંતુ, ઇજાગ્રસ્તોને હજુ સુધી સહાય ચૂકવવામાં આવી નથી તમામ ચાર ઇજાગ્રસ્તોને વડોદરા ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે ચાર ઇજાગ્રસ્તો પૈકી ત્રણ વ્યક્તિ કંપનીના કર્મચારી છે અને એક વ્યક્તિ કંપનીમાં સિલીન્ડર રિફીલીંગ કરાવવા માટે આવ્યો હતો અને તે દાઝી ગયો છે ઇજાગ્રસ્તોના પરિવારજનોને ઘરનું ગુજરાન ચલાવવું હવે મુશ્કેલ થશે

Free Traffic Exchange

Videos similaires