જમીન ધસી જતાં બસ સહિત મુસાફરો પણ ખાડામાં ગરકાવ, ધડાકો થતાં જ 6નાં મોત

2020-01-16 161

ચીનના કિનઘઈ પ્રાંતની રાજધાની જિનિંગ શહેરની સડક પર ભૂવો પડતાં જ તેમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો હતો સાથે જ 10 લોકો હજુ પણ લાપતા હોવાના અહેવાલ મળી રહ્યાછે વાઈરલ થઈ રહેલા સીસીટીવીમાં પણ જોઈ શકાય છે કે બસ સ્ટેન્ડ પર આવેલી બસમાં મુસાફરો બેસે તે પહેલાં જ રોડ અચાનક બેસી ગયો હતો ગણતરીની સેકન્ડોમાં જબસનો આગળનો ભાગ તેમાં ધસી ગયો તો મુસાફરો પણ સીધા જ ખાડામાં ખાબક્યા હતા ખાડો ધીરે ધીરે પહોળો થઈ રહ્યો હોવા છતાં પણ કેટલાક લોકોએ હિંમત કરીનેફસાયેલા લોકોને બચાવવા પ્રયત્નો કર્યા હતા જો કે, અચાનક જ બચાવ કરનારાઓના નીચેથી પણ ફરીથી જમીન ધસી જતાં મોટો ખાડો પડ્યો હતો થોડી જ વારમાં નીચેપાણીની પાઈપ પણ ફાટી હતી તેમજ ત્યાં રહેલા ઈલેક્ટ્રિક થાંભલાનો કરંટ પણ ભેગો થતાં જ કાનના પડદા ફાટી જાય તેવા ધડાકા સાથે જ અંદર ગરકાવ થઈ ગયેલા લોકો
ભડથું થઈ ગયા હતા ચીનના સરકારી મીડિયાએ આ ઘટનાની જાણકારી આપતાં કહ્યું હતું કે આ અકસ્માતના કારણે ઘાયલ થયેલા 16 લોકોને તત્કાળ જ સારવાર માટે દાખલકરાયા હતા જ્યાં 6 લોકોને મુત જાહેર કરીને અન્ય ગંભીર રીતે ઘાયલોની સારવાર હાથ ધરાઈ હતી અન્ય 10 લોકો હજુ પણ મળ્યા નથી

Videos similaires