રાજકોટ:આવતીકાલે રાજકોટના જામનગર રોડ પર આવેલા ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત-અને ઓસ્ટ્ર્લિયા વચ્ચે વન ડે મેચ રમાનાર છે બંને ટીમોના ખેલાડીઓ ગઇકાલે બુધવારે રાજકોટ આવી પહોંચ્યા હતા આજે બંને ટીમના ખેલાડીઓએ સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરી કડકડતી ઠંડીમાં પરસેવો પાડ્યો હતો ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસની સાથોસાથ ફૂટબોલની પણ મજા માણી હતી