ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે CAAના સમર્થનમાં વૈશાલીમાં જનસભાને સંબોધિ હતી તેમણે કહ્યું કે, ઘણા લોકો અફવા ફેલાવવા માંગે છે હું એ અફવાઓને ખતમ કરવા આવ્યો છું બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં NDA ચૂંટણી લડશે ભાજપ અને JDUનું ગઠબંધન અતૂટ છે જેમાં કોઈ શંકા નથી શાહે કહ્યું કે, લાલુ યાદવને જેલમાં રહીને ફરીથી CM બનવાનું સપનું લાગી રહ્યું છે લાલુ યાદવનું રાજ હતું ત્યારે બિહારનો વિકાસ દર 3% હતો નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારનો વિકાસ દર 11% છે