પાકિસ્તાની પત્રકારનો શહેનશાહના અંદાજવાળો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે રાજા-મહારાજા જેવો વેશ કાઢીને કેમેરા સામે જ તલવાર તાણીને બોલે છે કે, લાહોર કિલ્લાના શાહી રસોડામાં કોણે નિકાહ કર્યા? પાકિસ્તાનની જીઓ ન્યૂઝ ચેનલમાં કામ કરતા અમીન હાફીઝે શહેનશાહના અંદાજમાં જે રીતે રિપોર્ટિંગ કરીને કેમેરા સામે પીટૂસી આપી હતી તે જોઈને અનેક યૂઝર્સને પણ નવાઈ લાગી હતી અનેક યૂઝર્સ આ જોઈને પાકિસ્તાનના પત્રકાર ચાંદ નવાબને પણ યાદ કર્યો હતો
પહેલી નજરે ભલે હાસ્યાસ્પદ લાગે પણ તેમણે જે મૂહિમ માટે આવો વેશ કાઢીને તલવાર તાણી હતી તે ઘટના પાકિસ્તાન માટે તો અતિગંભીર હતી મળતી વિગતો પ્રમાણે કેટલાક દિવસ પહેલાં હેરિટેજ સ્મારક એવા લાહોર કિલ્લામાં આવેલા શાહી રસોડામાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઐતિહાસિક ધરોહરને યૂનેસ્કોએ પણ હવે ભયજનક જાહેર કરીને તેની વધુ જાળવણી કરવાની હિમાયત કરી હતી તેવામાં તેની કાળજી લેવાના બદલે તેને લગ્ન માટે ભાડે આપી દેવાતાં રિપોર્ટર અમીન હાફીઝે પણ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની અને તંત્ર સામે આવી રીતે તલવાર તાણી હતી જિઓ ચેનલે પણ કહ્યું હતું કે આ સ્ટોરીનું કવરેજ કરવા માટે અમીને જ આવો શાહી પહેરવેશ ધારણ કરીને હાથમાં તલવાર લઈને રિપોર્ટિંગ કરવાનું નક્કી કર્યું હતું અમીનની ધારણા મુજબ તેમનો આ પ્રયોગ પણ સફળ રહ્યો ને જોતજોતામાં જ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો અમીનનો ઉદેશ એ જ હતો કે થોડા રૂપિયાની લાલચમાં કેટલાક લોકો પાકિસ્તાનની હેરિટેજ સાઈટ પણ માલેતુજારો માટે ખૂલ્લી મૂકી દે છે જેના કારણે ધીરે ધીરે ઐતિહાસિક વારસો પણ લુપ્ત થઈ રહ્યો છે