કેરળમાં બુધવારે દુનિયાની સૌથી લાંબી કેક બનાવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે 65 કિલોમીટર લાંબી કેકને 1500થી પણ વધારે શેફે ભેગા મળીને બનાવી છે 4 ઈંચ પહોળી વેનિલા ફ્લેવરની કેકનું વજન આશરે 27 હજાર કિલો જણાવાઈ રહ્યું છે બેકર્સ એસોશિયેશન કેરળે 100થી વધારે ટેબલને જોડીને તેના પર કેક બનાવી હતી
આ કેક બનાવવામાં 1500 શેફને આશરે 4 કલાક લાગ્યા હતા કેકમાં 12 હજાર કિલો ખાંડ અને લોટ વપરાયો હતો બેકર્સ એસોશિયેશન ઓફ કેરળના સેક્રેટરી નૌશાદે જણાવ્યું કે, ગિનિસ વર્લ્ડ રેકોર્ડે અમારી કેકની લંબાઈ માપી છે પણ હજુ સુધી અમને કોઈ સર્ટિફિકેટ આપ્યું નથી અમને આશા છે કે, અમારી કેકને ચોક્કસથી ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળશે
ઉલ્લેખનીય છે કે, અત્યારસુધી દુનિયાની સૌથી લાંબી કેકનો રેકોર્ડ ચીનના નામે છે વર્ષ 2018માં ચીને 32 કિલોમીટર લાંબી ફ્રૂટ કેક બનાવી હતી જો કેરળની આ કેકને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળશે તો ચીનનો રેકોર્ડ તૂટી જશે આ ઇવેન્ટને જોવા માટે હજારો લોકો હાજર રહ્યા હતા