ભુજઃ 72મા સૈન્ય દિવસની ઉજવણી કરવા માટે તેમજ ભારતીય સૈન્યના સાહસના જુસ્સાના પ્રતિકરૂપે ધોરડો ખાતે આઠ દિવસ સુધી ચાલેલા લેન્ડ યાચિંગ પ્રવાસનો આજે અંત આવ્યો હતો આ પ્રવાસમાં કેપ્ટન અભિરાજ પાઠક અને લેફ્ટેનન્ટ નવદીપ શર્માના નેતૃત્ત્વ હેઠળ 15 સભ્યો જોડાયા છે જેમાં બહાદુર નાવિકોએ તેમના 400 કિલોમીટર લાંબા માર્ગનું દિશાસૂચન કર્યું હતું અને રણની વેરાન સપાટ જમીનથી માંડીને ધરમશાલા, શક્તિબેટ તેમજ તહેવારોની નગરી ધોરડો સહિતના વિવિધ સ્થળો આવરી લેવામાં આવ્યા હતા આ ટીમે 08 જાન્યુઆરીના રોજ પ્રવાસની શરૂઆત કરી હતી અને છેવટે 15 જાન્યુઆરીના રોજ ગંતવ્ય સ્થળે પહોંચ્યા હતા બ્રિગેડીયર સંજોગ નેગી ઉપસ્થિત રહ્યા હતાં
પ્રવાસની ટીમને ભુજ ખાતે આવેલા લેન્ય યાચિંગ નોડ પર તાલિમ આપવામાં આવી હતી જે સૈન્યની એડવેન્ચર પાંખ હેઠળ કામ કરે છે આ પ્રવાસનો આશય પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવાનો તેમજ યુવાનોને કારકિર્દી તરીકે ભારતીય સૈન્યને પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો