સુરતઃઉતરાયણની મજા મુંગા પક્ષીઓ અને બાઈક ચાલકો માટે સજા રૂપ બની જતાં હોય તેવી ઘટનાઓ બનતી હોય છે પતંગના દોરાથી ચાર વર્ષના બાળકનું ગળું કપાઈ ગયું હતુંમાતા પિતા સાથે મંદિરે દર્શન કરવા નીકળેલા 3 સંતાનો પૈકી ચાર વર્ષનું બાળક આગળ બેઠું હતું ત્યારે કોર્ટ નજીક પતંગનો દોરો ગળે ભેરવાતા પિતાએ પુત્રને બચાવવા બ્રેક મારી એ દરમિયાન બાઈક રોડ પર સ્લિપ થતાં પરિવાર રોડ પર પડી ગયો હતો જેથી રસ્તા પરથી પસાર થઈ રહેલા પોલીસ કોન્સ્ટેબલે પોતાની બાઈક બીજાને ચલાવવા દઈ પતંગના દોરાથી ઈજાગ્રસ્ત બાળકને સિવિલ હોસ્પિટલ લઈ દોડી આવ્યાં હતાંહાલ ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત બાળકની સિવિલમાં વધુ સારવાર શરૂ કરાઈ છે