આતંકીઓ સાથે પકડાયેલા DSP દેવિંદર સિંહનો વીરતા પુરસ્કાર પરત લેવાઇ શકે

2020-01-14 1,797

11 લોકોની હત્યામાં વોન્ટેડ આતંકવાદી નવીદ બાબા સાથે પકડવામાં આવેલા જમ્મૂ-કાશ્મીર પોલીસના DSP દેવિંદર સિંહનો વીરતા પુરસ્કાર પરત લેવાઇ શકે છે સૂત્રોએ ન્યૂઝ એજન્સીને સોમવારે જણાવ્યું કે રાષ્ટ્રપતિ વીરતા પદક પરત લેવાની પ્રક્રિયા પર વિચાર કરવામાં આવી રહ્યો છે કાશ્મીર પોલીસે દેવિંદર સિંહ મામલાની જાણકારી ગૃહ મંત્રાલયને સોંપી દીધી છે તેનાથી IB, રૉ અને સેનાની ગુપ્ત ટીમો પૂછપરછ કરશે ત્યારબાદ NIA દેવિંદર અને નવીદને કસ્ટડીમા લઇ લેશે અત્યાર સુધી થયેલી તપાસમાં માહિતી મળી છે કે દેવિંદર સિંહ ઘણા વર્ષોથી આતંકવાદીઓને ઠેકાણા પુરા પાડતો હતો અને તેના બદલામાં તગડા પૈસા લેતો હતો દેવિંદર સિંહને રવિવારે ત્યારે પકડવામાં આવ્યો જ્યારે તે નાવીદ બાબાને તેની કારથી લઇ જઇ રહ્યો હતો દેવિંદરે પૂછપરછમાં જણાવ્યું કે નવીદને તેણે તેના શ્રીનગર સ્થિત તેના ઘરે પણ રોક્યો હતો