સાંસદ પ્રજ્ઞા ઠાકુરના ઘરે કેમિકલ વાળું પરબિડીયું મોકલાયું

2020-01-14 905

સાંસદ પ્રજ્ઞા ઠાકુરના ઘરે ધમકી ભરેલો પત્ર પહોંચવાના કારણે હોબાળો મચી ગયો છે ઓક્ટોબર મહિનામાં મોકલેલા આ પત્રમાં સોમવારે રાતે ખોલ્યો હતો જેમાં સિલ્વર કલરના પાવડરનું પેકેટ અને ઉર્દુમાં લખેલો એક કાગળ મળ્યો હતો પ્રજ્ઞા ફરિયાદ બાદ પોલીસે કલમ 326 અને 506 હેઠળ કેસ નોંધ્યો છે સાંસદ પ્રજ્ઞાએ મીડિયા સાથેની ચર્ચામાં કહ્યું કે, પરબિડીયામાં હાનિકારક કેમિકલ હોવાના કારણે તેમની સ્કીન પર ઈન્ફેક્શન લાગ્યું છે
એડિશનલ એસપી અખિલ પટેલના જણાવ્યા પ્રમાણે, સાંસદે જાણકારી આપી છે કે લેટર ઓક્ટોબરમાં આવ્યો હતો તેમના કર્મચારીએ સોમવારે રાતે 930 વાગ્યે તેને ખોલ્યો હતો પરબિડીયામાં સિલ્લર કલરનો લગભગ 20 ગ્રામ પાવડર મળ્યો છે હાલ એ સ્પષ્ટતા થઈ નથી કે પાવડર શેનો છે પરબીડિયામાં મળેલા કાગળમાં ઉર્દૂ ભાષામાં ધમકી ભરેલા શબ્દો લખાયેલા હતા તેમણે જણાવ્યું કે , સુરક્ષાને ધ્યાનમાં રાખતા સાંસદની સુરક્ષા વધારવામાં આવી રહી છે