ઉધના રોડ નંબર 6 પર ગૂડઝની દુકાનમાં ગેસ લિકેઝથી લાગેલી આગ પર કાબૂ મેળવાયો

2020-01-13 138

સુરતઃઉધના વિસ્તારમાં આવેલા રોડ નંબર 9 પર ગૂડઝની દુકાનની બાજુમાં આગ લાગી ગઈ હતી ગેસની પાઈપ લાઈનમાં લિકેઝના કારણે આગ લાગી હતી આગની જ્વાળાઓ ઉઠતાં આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો આ અંગે રાહદારીએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી જેથી ડિંડોલી અને માન દરવાજા વિસ્તારની બે બે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી બાદમાં ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો આગ સામાન્ય હોવાથી કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નહોતી

Videos similaires