સુરતઃસરથાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ નગરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો સોમવારે મળસ્કે ચાર વાગ્યા આસપાસ તસ્કરોએ બે ક્લિનિકને નીશાને લીધા હતાં જેમાંથી એક ક્લિનિકમાં તબીબે કેનેડા દીકરીને રૂપિયા મોકલવા ભેગા કરેલા રૂપિયા 10 લાખની ચોરી કરીને તસ્કરો નાસી ગયાં હતાં હાલ સમગ્ર મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે