પ્લેન દુર્ઘટના મામલે દેખાવો દરમિયાન ટ્રમ્પની ચેતવણી,ઈરાન સરકાર વિરોધીઓની હત્યા ન કરે

2020-01-13 765

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનમાં સરકાર વિરુદ્ધ થઈ રહેલાં પ્રદર્શન પર કડક નજર રાખી રહ્યા છે ઈરાનની જનતા સરકાર વિરુદ્ધ પ્લેન દુર્ઘટના મામલે બે દિવસથી દેખાવો કરી રહી છે તેમને કાબુમાં રાખવા પોલીસે રવિવારે ભીડ પર ટીયર ગેસ છોડ્યા હતા ત્યારપછી ટ્રમ્પે દેખાવો સામે એક જ દિવસમાં બે ટ્વિટ કર્યા હતા અને કહ્યું- રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે જણાવ્યું કે, નવા પ્રતિબંધોથી ઈરાનનો શ્વાસ રૂંધાઈ ગયો છે અને તેઓ સમજૂતી કરવા તૈયાર છે હકીકતમાં મને એ ચિંતા નથી કે તેઓ સમજૂતી કરે છે કે નહીં પરંતુ ઈરાની નેતાઓને ચેતવણી છે કે, તેઓ પરમાણુ હથિયાર ન બનાવે અને દેખાવકારોને ન મારે

ટ્રમ્પે આગળ કહ્યું છે કે, હજારો લોકોને પહેલાં જ મારવામાં આવ્યા છે અથવા જેલમાં નાખવામાં આવ્યા છે હવે આ બધુ અમેરિકા પણ જોઈ રહ્યું છે તમારું ઈન્ટરનેટ શરૂ કરો અને રિપોર્ટ્સને આઝાદીથી ફરવા દો તમારા મહાન ઈરાનીઓની હત્યાઓ બંધ કરો

Free Traffic Exchange