યોર્કશાયરના ખાલી કહી શકાય તેવા રોડ પર સર્જાયેલા એક થથરાવી નાખે તેવા અકસ્માતના ફૂટેજ વાઈરલ થઈ રહ્યા છે જેમાં જોઈ શકાય છે કારચાલક અચાનક જ રોંગ સાઈડમાં ઘૂસી જાય છે જેના કારણે તેની સામે આવી રહેલો બાઈકર ધડાકાભેર કાર સાથે અથડાય છે આ અકસ્માત એટલો ભયાનક હતો કે જેના કારણે બાઈકસવાર પણ અંદાજે 15 ફૂટ જેટલો હવામાં ફંગોળાઈને નીચે પટકાયો હતો આ અકસ્માતમાં બાઈકસવાર પણ ગંભીર રીતે ઘાયલ થતાં જ આખો કેસ કોર્ટમાં ગયો હતો
રોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના દૃશ્યો કારચાલકના ડેશબોર્ડ કેમેરામાં કેદ થઈ ગયા હતા જેના કારણે કારચાલકની બેદરકારી પણ સામે આવતાં જ કોર્ટે પણ સમાજમાં દાખલો બેસાડવા માટે તેને 16 મહિનાની સજા અને 3 વર્ષ સુધી તેનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ કર્યું હતું આ શોકિંગ અકસ્માત 28 એપ્રિલ 2019માં સર્જાયો હતો જેના પર ચૂકાદો આપતાં જજે પણ નોંધ્યું હતું કે સમાજમાં એ સંકેત સ્પષ્ટ રીતે જવો જોઈએ કે જો તમે કારને ડ્રાઈવ કરી રહ્યા છો તો એ તમારી પહેલી ફરજ છે કે તેને સલામત રીતે ચલાવવી હાઈ પાવર્ડ સ્પોર્ટ્સ કાર ચલાવનાર દરેક વ્યક્તિએ કારની સવલતો અને તેની પોતાની ક્ષમતાઓને ધ્યાને રાખવી જોઈએ આરોપી આ બાબતે બેદરકાર રહ્યો હોવાથી તેને કોર્ટે સજા આપી હતી