રૂરલ પોલીસ અને ST-SC સેલે 3 આરોપીની ધરપકડ કરી, અપહરણમાં વપરાયેલી કાર FSLમાં મોકલી

2020-01-12 2,064

મોડાસા: મોડાસાની સાયરા ગામની દલિત યુવતીના દુષ્કર્મ અને હત્યા કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે જ્યારે હજુ એક આરોપી ફરાર છે પોલીસે અપહરણમાં ઉપયોગ થયેલી કારને પણ તપાસ માટે કબ્જે લઈને FSLમાં મોકલી છે ગત રવિવારે 19 વર્ષિય યુવતીની લાશ ઝાડ પર લટકેલી મળી આવતાં ચકચાર મચી હતી ઘટના બાદ દલિત સમાજે ધરણાં પ્રદર્શન તેમજ સરકાર અને પોલીસ વિરુદ્ધ છાજિયા લેતાં મોડાસા શહેરમાં અફડાતફડી મચી હતી બાદમાં પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ અપહરણ અને હત્યાનો ગુનો નોંધ્યો હતો

Videos similaires