સુરતમાં મોડી રાત્રે બે ગેંગ વચ્ચે 4 રાઉન્ડ ફાયરિંગ, એકને ઈજા

2020-01-12 1,781

સુરતઃસુરતમાં મોડી રાત્રે બે ગેંગ આમનેસામને આવી ગઈ હતી અને તેમની વચ્ચે લગભગ 4 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે શહેરના રામપુરા પેટ્રોલપંપ પાસે બે ગેંગ વચ્ચે અથડામણ થઈ હતી સૂત્રોના જણાવ્યા પ્રમાણે અશરફ નાગોરી અને મહેતાબ ભૈયાની ગેંગ વચ્ચે આ અથડામણ થઈ હતી અશરફ પર હુમલો કરવા મહેતાબ 15 જેટલા સાગરિતોને લઈને આવ્યો હતો અને ફાયરિંગ કર્યું હતું ફાયરિંગની ઘટનાને પગલે ચોક અને લાલગેટ પોલીસ સ્ટેશન ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો

Videos similaires