પૂરમાં ફસાયેલા બે વિદેશી નાગરિકોનું દિલધડક રેસ્ક્યુ કરાયું, હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરાયા

2020-01-12 38

સંયૂક્ત અરબ અમીરાતના અલ એન શહેરમાં આવેલા ભીષણ પૂરમાં ફસાયેલા સુદાનના બે નાગરિકોના દિલધડક રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલથઈ રહ્યો છે પૂરમાં બે વ્યક્તિ ફસાઈ હોવાની જાણ નેશનલ સેન્ટર ઓફ સર્ચ એન્ડ રેસ્ક્યુની ટીમને થતાં જ તેઓએ તુરંત જ બચાવ કામગીરી હાથ ધરી હતી ઘટના સ્થળેપહોંચીને પૂરમાં ફસાયેલા બન્ને સુદાની નાગરિકોને સહીસલામત રીતે એરલિફ્ટ કરાયા હતા દિલધડક રેસ્ક્યુનો આ વીડિયો પણ તેમણે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો હતોભારે પવન અને પાણીના તેજ પ્રવાહ વચ્ચે પણ જે રીતે આખું રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડાયું હતું તે જોઈને ત્યાં કિનારે ઉભેલા લોકોએ પણ તેમની ચિચિયારીઓપાડીને વધાવી લીધા હતા

Videos similaires