પેસેન્જરે જણાવ્યું- આગ લાગ્યા પછી બસમાં ત્રણ બ્લાસ્ટ થયા, હું બારીમાંથી કુદીને ભાગ્યો

2020-01-11 710

ઉત્તર પ્રદેશના કન્નૌજમાં શુક્રવારે રાત્રે થયેલા રોડ એક્સિડન્ટમાં એસી બસ અને ટ્રક વચ્ચે એક્સિડન્ટ થઈ ગયો હતો સામ-સામેની ટક્કર પછી બસ અને ટ્રક બંનેમાં આગ લાગી ગઈ હતી આ એક્સિડન્ટમાં 20 લોકો જીવતા સળગી ગયા હોવાની શંકા છે કાનપુર રેન્જના આઈજી મોહિત અગ્રવાલે જણાવ્યું કે 8-10 મૃતદેહો મળ્યા છે તે સંપૂર્ણ પણે સળગી ગયા છે ડીએનએ ટેસ્ટ પછી જ મૃતકોની સંખ્યા વિશે પૂરતી માહિતી મળશે બસમાં અંદાજે 43 પેસેન્જર્સ હતા જેમાંથી 25 બહાર આવી શક્યા છે તેમાંથી 23 હોસ્પિટલમાં દાખલ છે જ્યારે બે લોકો સુરક્ષીત છે બસ ફરુખાબાદથી જયપુર જતી હતી એક્સિડન્ટ થયો અને આગ લાગી તે દરમિયાન બસમાં બેઠેલા એક પેસેન્જર રામપ્રકાશે બારીમાંથી કુદીને તેનો જીવ બચાવ્યો હતો આ સમગ્ર દુર્ઘટનાની માહિતી તેમણે આપી છે

Videos similaires