પાદરા નજીક એમ્સ ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થતાં 6 કામદારોના મોત

2020-01-11 4,561

પાદરા નજીક ગવાસદ ગામ પાસે એમ્સ ઓક્સિજન કંપનીમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થતાં 5 કામદારોના મોત થયા છે ઘટનાની જાણ થતાં થતાં ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે દોડી ગઇ છે પાંચેય મૃતદેહોને વડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપવામાં આવ્યા છે અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, 3 કિમી સુધી ધરતી ધ્રુજતા ભૂંકપ જેવો અનુભવ થયો હતો ફાયર બ્રિગેડની ટીમો દ્વારા હાલ રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી છે

Videos similaires