ફોઈના દીકરા સાથે પત્નીના આડા સંબંધની શંકાએ ફોઈની હત્યા કરીને ભત્રીજો ફરાર

2020-01-10 698

અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકાના નવા ધંતુરીયા ગામમાં પત્ની જોડે ફોઈના દીકરાના આડાસંબંધ હોવાની શંકાએ ભત્રીજાએ ફોઈની હત્યા કરી નાખી છે અને ભત્રીજો ફરાર થઇ ગયો છે અંકલેશ્વર તાલુકા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છેઅંકલેશ્વર તાલુકાના નવા ધંતુરીયા ગામમાં રહેતા 41 વર્ષીય અમી દિલીપભાઈ વસાવાની ગુરૂવારે રાત્રે હત્યા કરીને ભત્રીજો ફરાર થઇ ગયો હતો સવારે લોહી લુહાણ હાલતમાં મૃતદેહ પાડોશીઓએ જોતા આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી જેથી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પીઆઈ આરએન કરમથીયા તેમજ ટીમ દ્વારા મૃતદેહની તપાસ કરતા કોઇ તિક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે

Videos similaires