મેથ્યુ વેડ વિવાદાસ્પદ રીતે કેચ આઉટ થયો, ICCના નિયમો અંગે પ્રશ્ન સર્જાયો

2020-01-10 14,533

ઓસ્ટ્રેલિયા T-20 ટૂર્નામેન્ટ બિગ બેશ લીગમાં ગુરુવારે હોબાર્ટ હરિકેન ટીમનો કેપ્ટન મેથ્યુ વેડ વિવાદાસ્પદ રીતે કેચ આઉટ થયો હતો બ્રિસ્બેન હીટના ખેલાડી મેટ રેનશોએ બાઉન્ડ્રીની બહારથી બોલને મેદાનમાં ફેક્યો, જેને તેના સાથી ખેલાડી ટોમ બેન્ટને કેચ કર્યો હતો થર્ડ અમ્પાયરે વેડને આઉટ આપ્યો હતો સોશિયલ મીડિયા પર લોકો ICC નિયમો અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે બીજી તરફ દિગ્ગજો ક્રિકેટર ઓસ્ટ્રેલિયાના રેનશોની આ અંગે ટીકા કરી રહ્યા છે

વેડે 45 બોલમાં 61 રન બનાવી આઉટ થયો હતો તેણે મેચની 15મી ઓવરમાં ચોથા બોલ પર સિક્સ માટે શોટ માર્યો હતો, જેને રેનશોએ બાઉન્ડ્રી પર પકડવાનો પ્રયત્ન કર્યો હતો આ સમયે તે પોતાનું સંતુલન જાળવી શક્યો ન હતો અને બોલને હવામાં ઉછાળી બાઉન્ટ્રી પાર કરી જતો રહ્યો હતો રેનશોએ જોયું કે બોલ સિક્સ માટે જઈ રહ્યો છે ત્યારે તેણે બાઉન્ટ્રી પારથી હવામાં ઉછળી બોલને મેદાનમાં ફેકી દીધો હતો જેને બેન્ટને પકડ્યો હતો થર્ડ અમ્પાયરના નિર્ણય પહેલા જ વેડે ક્રીઝ છોડી દીધી હતી

Free Traffic Exchange

Videos similaires