ધો. 12 સુધી ભણેલો નકલી ડોક્ટર ક્લિનિક ચલાવતો, પોલીસે ધરપકડ કરી

2020-01-10 502

રાજકોટ:રાજકોટ એસઓજી પોલીસે મેડિકલ ડિગ્રી વગર અને ધોરણ 12 સુધી અભ્યાસ કરેલા કિરીટ વેલજીભાઇ સતાણી નામના નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે કિરીટે પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે, પોતે 12 સુધી ભણ્યો છે અને બાદમાં સેનેટરી કોર્ષ કર્યો હતો તેમજ રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરીનો અનુભવ ધરાવતો હોય આર્થિક લાભ માટે બેલડા ગામમાં બસસ્ટેન્ડની બાજુમાં દુકાનમાં ક્લિનિક ખોલી ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતો હતો પોલીસે હોસ્પિટલના સાધનો, એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, ગ્લુકોઝના બાટલાઓ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી મેડિકલ પ્રેક્ટીસનર એક્ટની કલમ 30 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

Videos similaires