JNU હિંસા મામલાની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની એસઆઈટીએ શુક્રવારે તપાસ સાથે સંકળાયેલી મુખ્ય વાતો મીડિયાને જણાવી છે ડીસીપી જોપ ટિર્કીએ કહ્યું કે હિંસા અને તોડફોડના મામલામાં વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ આઈશી ઘોષ સહિત 9 સભ્યોની ઓળખ કરવામાં આવી છે જોકે હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી તેમણે કહ્યું કે ઝડપથી આ લોકોને પુછપરછ માટે નોટિસ મોકલવામાં આવી છે આ પ્રેસ કોન્ફોરન્સ બાદ આઈશી ઘોષે કહ્યું કે મારી પાસે પણ સબુત છે જોકે તેણે એ જણાવ્યું નથી કે તેની પાસે સબુત કઈ બાબતના છે
ડીસીપી ટિર્કીએ કહ્યું- JNUમાં લેફ્ટ સાથે જોડાયેલા 4 સંગઠન સતત દેખાવો કરી રહ્યાં છે આ લોકો નિયમ તોડી રહ્યાં છે અને અવ્યવસ્થા સર્જી રહ્યાં છે સ્ટુડન્ટ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા, ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ ફેડરેશન, ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન, ડેમોક્રેટિક સ્ટુડન્ટ ફેડરશન સતત દેખાવો કરી રહ્યાં છે