અંબાજી / પાલનપુર:આજે મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે પોષ સુદ પૂનમે વહેલી સવારે આઠ વાગ્યે ગબ્બર તળેટીથી મા અંબાની જ્યોત અંબાજી મંદિર લાવવામાં આવી હતી સવારે સાડા આઠ વાગ્યે અંબાજી મંદિરની યજ્ઞશાળામાં મહાશક્તિ યજ્ઞનું આયોજન કરાયું હતું 10-00 વાગે અંબાજીના શક્તિદ્વારથી મહાઆરતી બાદ શોભાયાત્રા નીકળી હતી જે અંબાજી શહેરના તમામ માર્ગો પર ફરી સાંજે નીજ મંદિરે પરત ફરશે અંદાજે બે લાખ જેટલા માઇભકતો મા અંબાના પ્રાગટ્ય મહોત્સવમાં ભાગ લેશે