તમિલનાડુના 6 સભ્યોના આતંકી ગ્રુપમાંથી એક વડોદરામાંથી-ત્રણ દિલ્હીમાંથી ઝડપાયા, ISIS માટે કામ કરતા હોવાની આશંકા

2020-01-09 944

અમદાવાદઃવડોદરાના ગોરવા વિસ્તાર પાસેથી ગુજરાત ATSએ આતંકવાદી ઝફર અલી ઉર્ફે ઉમર નામના આતંકવાદીને ઝડપી લીધો છે તમિલનાડુનો રહેવાસી આ આતંકી ગુજરાતમાં રહી ISIS માટે કામ કરતો હોવાની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે ઝફર ગોરવામાં આવેલા એક કાચા મકાનમાં 7 દિવસથી રહેતો હતો તેમજ આજે દિલ્હીમાં ઝડપાયેલા ત્રણ આતંકી મોડ્યુલનો છે તમિલનાડુનું 6 સભ્યોનું આતંકી ગ્રુપ ISISની કટ્ટર માનસિકતા ધરાવતું હતું આ આતંકીઓએ દેશના અલગ અલગ ભાગોમાં હિજરત કરી હતી પરંતુ આજે આ 6 આતંકી પૈકી ચાર ઝડપાયા છે, જ્યારે ફરાર બે આતંકીઓ વિશે પૂછપરછ શરૂ કરાઇ છે ઝફરને દિલ્હી સ્પેશિયલ સેલને સોંપવામાં આવશે

દિલ્હીમાં ISISના આતંકીઓની ધરપકડ બાદ ઝફર ઝડપાયો

આ આતંકી ભરૂચ અને વડોદરા શહેરની આસપાસના વિસ્તારોમાં રહીને નેટવર્ક ઉભું કરવાની ફિરાકમાં હતો આતંકી ઝફર દિલ્હીના સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરાયેલા ISISના આતંકીઓની ધરપકડ બાદ ઝડપાયો છે

સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસ
તમિલનાડુનું ફંડામેન્ટલિસ્ટ ગ્રુપ ISISની કટ્ટર માનસિકતા ધરાવતું હતું આ ગ્રુપ પૈકીના 6 આતંકીઓએ દેશના અલગ અલગ ભાગમાં હિજરત કરી હતી જેમાંથી ઝફર ઉર્ફે ઉમર વડોદરાના ગોરવા પાસેથી ઝડપાયો છે હાલ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ ચાલી રહી છે અને લોજીસ્ટિક સપોર્ટ અંગે પણ તપાસ ચાલુ છે

દિલ્હીમાં ઝડપાયેલા ત્રણ આતંકી અને ઝફર 6 આતંકીઓના ગ્રુપના સભ્યો

વર્ષ 2014માં હિન્દુવાદી નેતા સુરેશ કુમારની હત્યા બાદ આ ગ્રુપના 6 સભ્યો ફરાર હતા દિલ્હીમાં ઝડપાયેલા 3 આતંકીઓ પૈકી 2 આતંકીઓએ સુરેશ કુમારની હત્યા કરી હતી જ્યારે આતંકી ઝફર 2014 બાદ નેપાળ ગયો હતો આ 6 આતંકીઓને વિદેશી હેન્ડલર દ્વારા ઈનપુટ મળતા હતા ઈનપુટ માટે એક એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવતો હતો

Free Traffic Exchange

Videos similaires