ઈરાનમાં બુધવારે થયેલી વિમાન દુર્ઘટનામાં યૂક્રેન ઈન્ટરનેશનલ એરલાઇન્સે તેનું કારણ ટેક્નિકલ ખામી હોવાનું માનવાથી સ્પષ્ટ ઇનકાર કર્યો છે એરલાઇન્સના વાઇસ પ્રેસિડન્ટ ઇહોર સોંસ્નોવસ્કીએ કહ્યું કે તેની આશંકા જ નથી આ દુર્ઘટના કોઇ ટેક્નિકલ ખામીના લીધે થઇ આ પ્લેન ક્રેશમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર સહિત 176 લોકો માર્યા ગયા હતા વિમાને ઇમામ ખોમૈની એરપોર્ટથી ઉડાન ભરી હતી અને 3 મિનિટ બાદ તે પરાંડ વિસ્તારમાં ક્રેશ થઇ ગયું હતું
સોંસ્નોવસ્કીએ એ પણ કહ્યું- તેહરાન એરપોર્ટ પણ સામાન્ય એરપોર્ટ જેવું જ છે અમે ઘણા વર્ષોથી અહીં પ્લેનનું સંચાલન કરી રહ્યા છીએ પાયલટો પાસે પણ ઇમરજન્સી પરિસ્થિતિઓ સામે કામ કરવાની ક્ષમતા હતી અમારા રેકોર્ડ્સ જણાવે છે કે વિમાન 2400 ફુટની ઉંચાઇ પર ઉડી રહ્યું હતું ક્રૂના અનુભવને જોતા ખામી ખૂબ નાની રહી હશે અમે તો તેને માત્ર એક સંયોગ માની શકીએ છીએ