દારૂ સંતાડવાનો નવો કિમીયો, રામોલમાં લોડિંગ રીક્ષાની બંધ બોડીના પતરામાંથી દારૂ મળ્યો

2020-01-09 2,389

શહેરમાં દિવસેને દિવસે દારૂની હેરાફેરીના કિસ્સાઓ વધી રહ્યા છે આજે પણ રામોલ પોલીસે દારૂના જથ્થા સાથે 2 શખ્સની ધરપકડ કરી છે આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર રામોલ પોલીસને માહિતી મળી હતી કે કેટલાક શખ્સ લોડિંગ રીક્ષામાં દારૂ લઈને જવાના છે જેને કારણે પોલીસે વાહનનો રોકી ચેકિંગ શરૂ કર્યું હતું આ દરમિયાન એક લોડિંગ રીક્ષા તપાસ કરી તો પોલીસને પહેલા તો દારૂ ના મળ્યો પરંતુ સઘન તપાસ કરી તો પોલીસને દારૂનો જથ્થો હાથ લાગી ગયો હતો તોસિફ કલાલ અને ઈનાયત જેસડીયા નામના બે શખ્સો લોડિંગ રિક્ષાની બંધ બોડીના પતરામાં ગુપ્ત જગ્યા બનાવી 151 બોટલ દારૂ લઈને જઈ રહ્યાં હતાં તેમજ રૂ75500ની કિંમતનો દારૂ અને લોડિંગ રીક્ષા મળીને કુલ રૂ 2 લાખ 55 હજાર 500નો મુદ્દામાલ કબજે કર્યો છે