અમેરિકી એરબેઝ પર ઈરાને મિસાઈલ વડે હુમલો કર્યો હતો, સેટેલાઈટ ફોટામાં દેખાયું નુકસાન

2020-01-09 6,863

ઈરાન દ્વારા ઈરાકમાં રહેલા અમેરિકી એરબેઝ પર હુમલા કરવામાં આવી રહ્યા છે ઈરાનના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા ઈરાન તરફથી 20 કરતા વધારે બેલિસ્ટિક મિસાઈલ દાગવામાં આવી હતી અને ગુરુવારે પણ બે રોકેટ હુમલા કરવામાં આવ્યા હતા જે એરબેઝ પર ઈરાને રોકેટ હુમલો કર્યો હતો તેના ફોટા સામે આવ્યા છે, આ હુમલામાં કેટલું નુકસાન થયું છે તે જોઈ શકાય છે
સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે ઈરાનના હુમલામાં બગદાદમાં રહેલા અમેરિકી અલ-અસદ એરબેઝની કુલ 7 ઈમારતને નુકસાન પહોંચ્યું છે તેમાં કેટલીક ઈમારત એવી પણ છે કે જેને સૌથી વધારે નુકસાન થયું છે અને તે સેટેલાઈટ ફોટામાં દેખાય છે

પ્લેનેટ લેબ ઈન્ક તરફથી આ એરબેઝના બે સેટેલાઈટ ફોટા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ઈરાનની મિસાઈલના હુમલાની અસર દેખાય છે

Videos similaires