અમદાવાદ: ઓઢવ રબારી વસાહત પાસે આવેલી જ્વેલરીની દુકાનમાં બુધવારે રાત્રે 945 વાગ્યે સોનાની ચેઇન ખરીદવાના બહાને બે બાઈક પર આવેલા પાંચ લુટારુએ સોની પર ફાયરિંગ કરી દુકાનમાંથી સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ 4 લાખની મતાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા ફાયરિંગમાં દુકાનના માલિક સહિત બેને ગંભીર ઈજા થઈ હતી