નાગરિકતા સંશોધન કાયદા(CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટ્રર(NRC)ના વિરોધમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાએ ગુરુવારે ગાંધી શાંતિ યાત્રા શરૂ કરી હતી 3000 કિમીની આ યાત્રા મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાથી શરૂ થઈ હતી જેને NCP પ્રમુખ શરદ પવારે લીલી ઝંડી બતાવી હતી યાત્રા રાજસ્થાન, યુપી, હરિયાણા થઈને 30 જાન્યુઆરીએ દિલ્હીના રાજઘાટ પર ખતમ થશે
આ દરમિયાન યશંવત સિન્હાએ કહ્યું કે, અમારી યાત્રા NRC અને CAAના વિરોધમાં છે રાજ્ય સરકારે જે હિંસા કરી તેના વિરોધમાં છે રસ્તામાં અમે લોકો સાથે વાત કરીશું આંબેડકરજીના બંધારણની રક્ષા કરીશું દેશના ફરી ભાગલા અને ગાંધીની ફરી હત્યા નહીં થવા દઈએ