સુરતઃઓલપાડના માસમા રોડ ખાતે આજે ગુરૂવારે સવારે 630 વાગ્યે ગેસની બોટલ ભરીને જતી ટ્રકમાં અચનાક આગ લાગી હતી જેને કારણે એક પછી એક 25 સિલિન્ડર ફાટ્યા હતાટ્રકની આગની ચપેટમાં રોડના ડિવાઈડરની બીજી બાજુથી પસાર થતી સ્કૂલ બસ સહિતના ત્રણ વાહનોમાં આગ લાગી ગઈ હતી પ્રચંડ ધડાતા સાથે સળગતા સિલિન્ડર બ્લાસ્ટ થઇ હવામાં ઉડતાં આસપાસના ગામોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતોબોમ્બ બ્લાસ્ટ જેવા અવાજથી લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં આગની જાણ થતાં સુરત ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતોદુર્ઘટના બાદ ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકના ડ્રાઈવર ક્લિનર લાપતાં થઈ ગયાં હતાં આગના કારણો જાણવા એફએસએલની મદદ લેવાઈ રહી છેજો કે, સમગ્ર દુર્ઘટનામાં કોઈ ઈજા જાનહાનિના થઈ નથી