ભાજપ તરફથી રાજ્યસભાના સાંસદ સ્વપન દાસગુપ્તા પશ્વિમ બંગાળના શાંતિનિકેતનમાં સ્થિત વિશ્વ ભારતી યુનિવર્સિટીમાં CAA વિશેની એક લેક્ચર સીરીઝમાં સામેલ થવા પહોંચ્યા હતા જોકે તેમના આગમન બાદ ડાબેરી સંગઠન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ હોબાળો કરીને પ્રદર્શન કર્યું હતું તેના લીધે તેઓ રૂમની અંદર જ ફસાઇ ગયા હતા આ ઘટના અંગે તેમણે ટ્વિટ કરીને માહિતી પણ આપી હતી તેમણે કહ્યું કે શાંતિપૂર્ણ રીતે જ્યારે CAA વિશેની મિટીંગમાં બેઠા હો અને અચાનક ટોળું હુમલો કરે તો કેવું લાગે? હું પણ અત્યારે વિશ્વભારતીમાં એ જ અનુભવી રહ્યોં છું એક રૂમમાં હું છું અને બહાર ટોળું છે