વડોદરાઃઅમદાવાદમાં એનએસયુઆઇના કાર્યકરો પર એબીવીપી દ્વારા કરવામાં આવેલા હિંસક હુમલાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં ધરણા-પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા સયાજીગંજ ડેરી ડેન ખાતે ધરણા-પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસે કાળા ફુગ્ગા ઉડાવીને વિરોધ કર્યો હતો પોલીસે વિરોધ કરી રહેલા 40 જેટલા કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓની અટકાયત કરી હતી કોંગ્રેસ અગ્રણીઓએ એબીવીપીના હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી